Sunday, 24 September 2017

એક યુવાન સ્નેહી મિત્રનું લાસ્ટ સ્ટેજનાં ઓરલ કેન્સરનું  ઓપરેશન થયું .ત્યાંરે આ પોસ્ટથી મારા તમામ મિત્રોને એક વાત કહેવા માંગુ છું.
       નશીલા દ્રવ્યોનું વ્યસન છોડો ભેરું...આ મહામુલી જીંદગીને શા માટે જાણી જોઈને મોતનાં ખપ્પરમાં હોમો છો..?  શા માટે પૈસા ખર્ચીને તમે મોત ખરીદો છો..?

   તમને કદાચ તમારી જાતની પરવા નહીં હોય પણ તમારા પરિવારને તમારી ખાસ જરૂર હોય છે..પહેલા હું પણ તમાકુનો આદિ હતો...ગુરુક્રુપાથી એ દૂષણ છૂટી ગયું જેનો મને ખૂબ આનંદ છે..!
   
   વ્યસન એ તમારી સાથે જ રહેતો તમારા મિત્ર જેવો છે પણ તે તમને ખતમ કરનારો મોટામાં મોટો શત્રુ પણ છે. વ્યસન કરતાં પહેલા તમે ક્યારેય વિચાર કર્યો છે કે તેનાથી જો તમને કંઇક થઇ જાય તો તમારા પર નિર્ભર તમારી પત્ની, બાળકો, માતા-પિતા, અને ભાઈ-બહેનનું કોણ ? તમારા પછી તમારા પર આશ્રીત વ્યક્તિઓનું શું થશે?
   
        વ્યસન એ મોજમસ્તી, મિત્રતા કે ટેન્શન દુર કરવાનું કોઈ સાધન નથી. ભાઈઓ આજથી જ જાગો અને સંકલ્પ કરો કે તમે વ્યસન નહિ કરો અને તમારા કોઈ મિત્રને તેની સાચી સમજ આપશો.  યાદ રાખજો ભેરુંઓ કોઈપણ વ્યસનની શરૂઆત નાની અમથી લાગતી ગુટખા, પાન-મસાલા કે સોપારીથીજ થાય છે અને અંતે તે આપણને મોત તરફ લઈ જાય છે....!
જય સીયારામ...

No comments:

Post a Comment

https://twitter.com/Forbes/status/914187286341980160