‘એક સમય હતો જ્યારે ડોક્ટર ભગવાનનું રૃપ મનાતા હતા પણ હવે કોર્પોરેટ હોસ્પિટલોના જમાનામાં ભગવાન બની બેઠેલા ડોક્ટર ખુલ્લેઆમ ખાનગી હોસ્પિટલોના નામે હાટડીઓ ખોલી દર્દીઓને ચીરી રહ્યાં છે.’ આ સારવારની હાટડી એવી સોલા સાયન્સ સીટી રોડ ઉપર આવેલી સિમ્સ હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવાના નામે ખુલ્લેઆમ કરાયેલી લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિમ્સ હોસ્પિટલના પાંચ ડોક્ટરોએ ૫૦ વર્ષીય મહિલાના મૃત શરીરની ૨૦ દિવસ સારવાર કરી રૃ.૩૧ લાખનું બીલ બનાવ્યું હતુ જ્યારે બોલીવુડની ફિલ્મ ગબ્બર ઇઝ બેકનો પ્લોટ ભજવાતો હોય તેવી કરામત સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ કરી હતી. વસ્ત્રાપુરના સુદર્શન ફ્લેટમાં રહેતા ૫૦ વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ સહિતની વિવિધ બિમારીની સારવાર માટે ૪૩ દિવસ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં દાખલ કર્યાના ૨૩માં દિવસે જ તેમનું મોત નિપજ્યું હતુ છતાં ડોક્ટરોએ રૃપિયા રળવાની લ્હાયમાં વધુ ૨૦ દિવસ મૃત શરીરની સારવાર આપી હતી. આખો મામલો ગ્રામ્ય કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં સિમ્સ હોસ્પિટલની પોલ ખુલી ગઇ હતી જેથી ગ્રામ્ય કોર્ટના ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટે જયેશ બી. ચોવટીયાએ પ્રથમદૃષ્ટિએ ગુનો બનતો હોઇ પાંચ ડોક્ટરો સામે ઈપી કોડ કલમ ૩૦૪(એ) ૪૧૮ ,૧૧૪ હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો છે.
સિમ્સ હોસ્પિટલના આરોપી ડોક્ટરોના નામો
ReplyDeleteડો.ભાગ્યેશ અશ્વિનકુમાર શાહડો.નીતેશ કાંતીલાલ શાહડો.ધવલ નાયક (કાર્ડીયાક સર્જન)ડો.સંજય શાહ (ડાયરેકટર)ડો. અનિશ હરજીવનદાસ ચંદારાણા (ડાયરેકટર)